ધોરણ ૪ અધ્યયન નિષ્પત્તિ – STD10.NET

ધોરણ ૪ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૪ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૩ અધ્યયન નિષ્પત્તિ જો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે એના આધારે જ ધોરણ ૪ની અધ્યયન નિષ્પત્તિ નો આધાર છે. જ્યાં સુધી ધોરણ 3 માં બાળક નિપુણ નાં બને ત્યાં સુધી ધોરણ ૪ ની અધ્યયન નિષ્પત્તિનું મહત્વ રહેતું નથી. આથી જ પહેલાં ધોરણ ૩ માં બાળક પારંગત બને એ અપેક્ષિત છે. હવે આપણે ધોરણ ૪ ની અધ્યયન નિષ્પત્તિ વિશે જાણીએ !

ધોરણ ૪ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૩ માં બાળક ભાષાના મૂળભૂત મુદ્દા શીખ્યા બાદ હવે ધોરણ ૪ માં બાળક શબ્દો વચ્ચેની જગ્યા , વાંચવાની ગતિ , આરોહ અવરોહ , વિરામ ચિન્હો આવે ત્યાં હાવભાવ સાથેનું વાંચન વગેરે બાબતો ધોરણ ૪ માં શીખે એવી અપેક્ષા રાખવામાં આવે છે. અહી ધોરણ ૪ માં બાળક વાંચનની સાથે સાથે શ્રુત લેખન પણ શીખે અને એમાં પણ વિરામચિહ્નો ઉપયોગ કરતા શીખતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. અહી ભાષા શિક્ષણમાં બાળક વાંચન , લેખન , શ્રુત લેખન ની સાથે સાથે વ્યાકરણ પણ શીખતો થાય એ જરૂરી માનવામાં આવ્યું છે. અહી ધોરણ ૪ માં વાંચન અને લેખનમાં બાળક ચારથી પાંચ ધ્વનિ વાળા શબ્દોનો પ્રયોગ શીખે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથનાત્મક વર્ણન માંથી જરૂરી બાબતો તારવવી , વર્ણનાત્મક ફકરમાંથી શબ્દસમૂહ શોધી બતાવવા , કાવ્યાત્મક વર્ણનમાંથી સાર શોધી કાઢવો , પરિચ્છેદ વાંચન , વાચન સામગ્રીમાંથી સવાલ જવાબ કરવા જેવી ક્ષમતા બાળક કેળવે એવી અપેક્ષા રાખવામાં આવી છે. બાળક માત્ર શાળાકીય પુસ્તકો જ નહિ પણ ઇતર વાંચન પણ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ટુંકમાં બાળક ધોરણ ૪ માં ભાષા ને થોડી થોડી સમજતો થાય અને એના કૌશલ્યો વિકસે એ માટે પ્રયાસો કરવા ઇચ્છનીય છે. 

ધો ૪ ગુજ અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE

ધોરણ ૪ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૩ નાં ગણિત ની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થયા બાદ બાળક ધોરણ ૪ માં ગણિત માં વધુ આગળ વધે એ માટે નિષ્પત્તિઓ બનાવાઈ છે.

ધોરણ ૪ બાળક હવે ૯૯૯ નાં બદલે ૧૦,૦૦૦ સુધીની સંખ્યાઓ સાથે ગાણિતિક ક્રિયાઓ કરતો થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળક ૧૦,૦૦૦ સુધીની સંખ્યાઓના સરવાળા , બાદબાકી , ગુણાકાર , ભાગાકાર કરતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. આ સામન્ય ગાણિતિક ક્રિયાઓ સાથે સાથે બાળક પોતાની રોજનીશી લખે , હિસાબ રાખતો થાય એવી પણ અપેક્ષા રાખવામાં આવી છે. ચલણી નોટ નાં આધારે હિસાબ કરતો થાય , એના પણ ગાણિતિક પદ્ધતિથી કોયડા ઉકેલતો થાય એ જરૂરી છે. ધોરણ ૪ માં ગણિત વિષયમાં બાળક હવે વધુ સંકીર્ણ હિસાબો , ગણતરીઓ કરતો થાય એવી નિષ્પત્તિ આપવામાં આવી છે. સંખ્યાત્મક પેટર્ન , અપૂર્ણાંક , ભૌમિતિક આકારોની પેટર્ન , વર્તુળ અને તેના ભાગો , વિવિધ આકારોની પરિમિતિ જેવી સંકલ્પનાઓ પણ બાળકો શીખે એવી અપેક્ષા રાખવામાં આવી છે.

ધો ૪ ગણિત અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

ધોરણ ૪ પર્યાવરણ ( આસપાસ ) અધ્યયન નિષ્પત્તિ

બાળક હવે પોતાના આસપાસના પર્યાવરણમાંથી બહાર નીકળી પ્રકૃતિ રહેલા એકમો વિશે બારીકીથી જાણતો થાય એને સમજતો થાય એ માટે ધોરણ ૪ માં વિવિધ પ્રવૃતિઓ અને અનુભવો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળક ધોરણ ૪ માં વનસ્પતિના વિવિધ ભાગો પ્રકાંડ , પર્ણ , ફળ , ફૂલ , બીજ અને મૂળ વિશે માહિતી મેળવે છે. પશુઓ અને પક્ષીઓમાં રહેલી વિવિધતાઓ સમજે છે. મોટા અને નાનાં સમૂહોમાં રહેતા પ્રાણીઓ વિશે સભાનતા કેળવે છે. રોજિંદા જીવનમાં વ્યવસાયમાં જરૂરી કૌશલ્યો વિશે જાણે છે. ખોરાક , પાણી , કપડાના ઉત્પાદન , વિતરણ વિશે માહિતી મેળવે છે. ભૂતકાળની વસ્તુઓ અને આજની વસ્તુઓ વચ્ચેનો ભેદ સમજે છે. વસ્તુઓના ગુણધર્મ અને ઘટનાઓનું અનુમાન કરતાં શીખે છે. સ્થાનિક વસ્તુઓ વિશે જાણે છે. નકશા વિશે વધુ જાણકારી મેળવે છે. આ તમામ બાબતો બાળક ધોરણ ૪માં શીખે એ જરૂરી છે.

ધો ૪ પર્યાવરણ અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE

ધોરણ ૪ હિન્દી અધ્યયન નિષ્પત્તિ

બાળક માતૃભાષા શીખી જાય ત્યારબાદ રાષ્ટ્રભાષા હિન્દી શીખવવા પ્રયાસ કરવા જોઈએ . ભારતની બધી ભાષાઓ મૂળભૂત રીતે સંસ્કૃતમાંથી બનેલી છે. આથી દરેકમાં એક પ્રકારની સમાનતા છે. જેથી જો તમને ગુજરાતી આવડે છે તો તમને હિન્દી બહુ સરળતાથી આવડી જાય છે. પણ આપણા દેશમાં ગુજરાતીમાં કક્કો પણ નાં આવડતો હોય એવા બાળકોને અંગ્રેજી શીખવવાની ઘેલછા માતાપિતા પાળી બેઠા છે. જે એક પ્રકારનું પતન જ કહેવાય ! ધોરણ ૩ પણ અંગ્રેજી આવે છે પણ હિન્દી નહિ ! જોકે જરૂર તો ધોરણ ૮ બાદ હિન્દી ની આવે અને ત્યાર બાદ અંગ્રેજી આવે ! છતાં ધોરણ ૩ થી જ અંગ્રેજી આવી જાય છે . જોકે આપણે અત્યારે ધોરણ ૪ માં આવતી હિન્દી વિશે વાત કરીએ . ધોરણ ૪ માં બાળક હિન્દીના લિપિ સંકેત ઓળખે , માતૃભાષા અને હિન્દી વચ્ચેના ભેદ , હિન્દી વાંચન , લેખન , અનુલેખન અને શ્રુત લેખન બાળક કરતું થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. પરિચિત વસ્તુઓ , સ્થિતિ વિશે હિન્દીમાં બાળક બોલે એવી આશા રાખવામાં આવે છે. સાથે સાથે બાળક પ્રશ્ન જવાબ હિન્દીમાં કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. જોકે બાળક શરૂઆતથી જ હિન્દી સમજતું હોય છે. આપણે બસ ફકત એને સમજ પાડવાની હોય છે.

ધો ૪ હિન્દી અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

ધોરણ ૪ અંગ્રેજી અઘ્યયન નિષ્પત્તિ

જેવી વાત અમે કરી કે અંગ્રેજી શીખવું જરુરિયાતનાં બદલે ઘેલછા બની ગયું છે. તમારે આજે અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકવું હોય તો ગુજરાતમાં તમને નાનામાં નાના શહેરમાં પણ તમને અંગ્રેજી માધ્યમની શાળાઓ મળી જશે. આ એક રીતે તો માતૃભાષા પર કઠોર ઘાત જ કહેવાય પણ આજે એને ઠાવકી ભાષામાં આધુનિક વિકાસ કહેવામાં આવે છે. કેમકે પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા પર બાળક પ્રભુત્વ મેળવી લે એ માટેના જ પ્રયાસ થવા જોઈએ.  કેમકે માતૃભાષામાં નિપુણનાં થનાર બાળક વાસ્તવમાં તો એના બાળપણ અને એની ક્ષમતાઓનો નાશ કરવાનું કામ છે. માતૃભાષામાં નિપુણ બાળક જ આગળ જતાં વિકસિત બની શકે છે. જોકે આજે પ્રાથમિક શાળામાં જ ધોરણ ૪ માં પણ અંગ્રેજી શિખવવામાં આવે છે. હવે આ બાળક જે હજી માંડ માંડ ગુજરાતી બોલતા વાંચતા થયું હોય એમાં અંગ્રેજીનો બોજ આવી જાય છે. ધોરણ ૪ માં બાળક સ્થળ , વસ્તુ વિશે સાંભળી વિગત સમજે , શબ્દો ને અનુરૂપ વસ્તુ – ચિત્રો સાથે જોડે , દૈનિક અભિવાદન શીખે , સૂચના મુજબ પ્રતિભાવ આપે , પ્રશ્નોના જવાબ આપે , ૧૫૦ શબ્દો જાણે સમજે , this that નો ઉપયોગ કરે , વ્યવસાયકારોને ઓળખે….લીસ્ટ બહુ લાંબુ છે. એ તમામ બાબતો બાળક શીખે એવી અપેક્ષા રાખવામાં આવી છે.

આમ ધોરણ ૪ ની અધ્યયન નિષ્પત્તિ મૂળભૂત રીતે એ મુદ્દા છે જેના પર બાળકો ધ્યાન આપે , એ એકમ તેમજ પ્રાથમિક સંકલ્પનાઓ બાળક સમજે એનાં પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. બાળક ઘણું બધું શીખે એના બદલે મૂળભૂત જરૂરી બાબતો સમજીને એને અમલમાં મૂકે એ વધુ ઇચ્છનીય છે.

ધો ૪ અંગ્રેજી અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

Leave a Comment