ધોરણ ૫ અધ્યયન નિષ્પત્તિ – STD10.NET

ધોરણ ૫ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ અધ્યયન નિષ્પત્તિ

અધ્યયન નિષ્પત્તિ વિશે આપણે જાણી રહ્યા છીએ. ધોરણ ૩ અને ધોરણ ૪ બાદ હવે ધોરણ ૫ વિશે માહિતી મેળવીશું !

ધોરણ ૫ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૩ માં વાંચન અને ધોરણ ૪ માં પ્રાથમિક વ્યાકરણ સહિત ગુજરાતી શીખ્યા બાદ બાળક હવે ધોરણ ૫ માં વાર્તા , કાવ્યો , નાટક , વર્ણન , વાતચીત સમજવા પ્રયાસ કરતો થાય છે. સંવાદો સમજી શકે છે. રમત , પ્રવૃતિઓ , પ્રોજેક્ટ કરતો થાય છે. સમયપત્રક , નકશા , પ્રતીક અને લખાયેલી સામગ્રીમાંથી મૂળ ઉદ્દેશ્ય સમજે છે. બાળ સાહિત્ય અને પ્રાદેશિક સાહિત્ય વાંચતો અને સમજતો થાય છે. વિવિધ રચનાનો મુખ્ય વિચાર સમજતો થાય છે. ધોરણ ૫ નો બાળક લગભગ ૨૫૦૦ જેટલા શબ્દો સમજતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. જિજ્ઞાસા પ્રેરક સવાલ પૂછતો થાય છે. શબ્દચિત્ર સમજતો થાય છે. જે સમજાય તેને લખી શકે છે. પજલ પ્રશ્નોની વર્ણન કરતો થાય છે. સ્થાનિક બોલીના શબ્દો શુદ્ધ ગુજરાતીમાં લખી શકે છે. તેને લખતો થાય છે. જાહેરાતો અને બુલેટિન બોર્ડ વાંચતો થાય છે.

અહી ધોરણ ૫ માં બાળક વધુ આગળ વધી શાળામાંથી બહાર નીકળી સામે આવતા બોર્ડ , બસના પાટિયા , સૂચનાઓ સમજતો થાય એવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

ધો ૫ ગુજ અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

ધોરણ ૫ ગણિત અઘ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ માં બાળક ૧૦૦૦૦ થી મોટી સંખ્યા સાથે કામ કરતો થાય છે. બાળક એક કરોડ સુધીની સંખ્યાઓના સરવાળા , બાદબાકી , ગુણાકાર અને ભાગાકાર કરતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. સ્થાનકિંમત નાં આધારે ગણતરી કરતો થાય છે. ગુણાકાર અને ભાગાકાર નાં દાખલા જ નહિ એના વ્યવહારુ કોયડા પણ ઉકેલે છે . અપૂર્ણાંક નાં વ્યવહારુ કોયડા ઉકેલ કરે છે. ખૂણાઓ વિશે જાણે છે. આસપાસના વાાવરણમાં પણ ખૂણાઓ વિશે જાણે છે. વજન અને ગુંજાશ જેવા એકમ વિશે જાણે છે અને તેનો ઉપયોગ કોયડા ઉકેલમાં કરે છે. નાણું , લંબાઈ વજન આધારિત કોયડા ઉકેલ કરે છે. ત્રિકોણ વિષે જાણે છે . આલેખ વિશે પ્રાથમિક માહિતી મેળવે છે. કોષ્ટક માંથી માહિતી મેળવતા શીખે છે. આપેલી સંખ્યાના અવયવ શોધવા જેવી અટપટી ગાણિતિક ક્રિયાઓ જાણે છે.

ધોરણ ૫ માં બાળક વધુ સંકીર્ણ ગાણિતિક ક્રિયાઓ કરતો થાય એ માટે વિવિધ અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવી છે. જેની સિદ્ધિ અસરકારક અમલીકરણ દ્વારા જ થઈ શકે એમાં કોઈ શંકા ને સ્થાન નથી .

ધો ૫ ગણિત અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

ધોરણ ૫ પર્યાવરણ ( આસપાસ ) અઘ્યયન નિષ્પત્તિ

બાળક પોતાની આસપાસના પર્યાવરણમાંથી બહાર આવી પ્રકૃતિ વિશે જાણે એ માટે આ વિષય સમાવેશ કરાયો છે. ધોરણ ૫ માં બાળક પ્રાણીઓ અને પક્ષીઓની અસામન્ય ગુણ અને ક્ષમતાઓ વિશે જાણે છે. જેમાં તેમની દ્રષ્ટિ , ગંધ , શક્તિ , ઊંઘ અને અવાજ જેવી અનેક ખૂબીઓ વિશે જાણે છે. વિવિધ ભૂમિ પ્રદેશો , ત્યાંની આબોહવા અને સ્થળ વિશેષ માહિતી , ત્યાંનું જીવન ત્યાંની સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે. પ્રાણીઓ વચ્ચેના ભેદભાવ , તેમના વચ્ચેના સંબંધો , પરસ્પર અવલંબન જેવી બાબતો બાળક શીખે છે. અવલોકન અને અનુભવના આધારે બાળક તારણ કાઢતા શીખે છે. રોજિંદા જીવનની જરૂરિયાત , ટેકનોલજીના ઉપયોગ વિશે બાળક માહિતગાર થાય છે. સ્વચ્છતા અને  સ્વાસ્થ્ય જાળવણી વિશે જાણે છે. રાજ્ય અંગેની માહિતી , ભૂમિ પ્રદેશો અને ત્યાંની સભ્યતા વિશે માહિતી મેળવે છે. બાળક પોતાના વાતાવરણથી આગળ વધી અન્ય ભૂમિ પ્રદેશોના વાતાવરણ વિશે માહિતી મેળવતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે.

 

ધોરણ ૫  અંગ્રેજી અધ્યયન નિષ્પત્તિ

અગાઉના લેખમાં પણ અમે વાત કરી હતી કે અંગ્રેજી શીખવું જરુરિયાતનાં બદલે ઘેલછા બની ગયું છે. તમારે આજે અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકવું હોય તો ગુજરાતમાં તમને નાનામાં નાના શહેરમાં પણ તમને અંગ્રેજી માધ્યમની શાળાઓ મળી જશે. આ એક રીતે તો માતૃભાષા પર કઠોર ઘાત જ કહેવાય પણ આજે એને ઠાવકી ભાષામાં આધુનિક વિકાસ કહેવામાં આવે છે. કેમકે પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા પર બાળક પ્રભુત્વ મેળવી લે એ માટેના જ પ્રયાસ થવા જોઈએ.  કેમકે માતૃભાષામાં નિપુણનાં થનાર બાળક વાસ્તવમાં તો એના બાળપણ અને એની ક્ષમતાઓનો નાશ કરવાનું કામ છે. માતૃભાષામાં નિપુણ બાળક જ આગળ જતાં વિકસિત બની શકે છે. જોકે આજે પ્રાથમિક શાળામાં જ ધોરણ ૪ માં પણ અંગ્રેજી શિખવવામાં આવે છે. હવે આ બાળક જે હજી માંડ માંડ ગુજરાતી બોલતા વાંચતા થયું હોય એમાં અંગ્રેજીનો બોજ આવી જાય છે. હવે ધોરણ ૫ માં અંગ્રેજી વિષય વધુ શીખવવા પર ભાર મુકવામાં આવ્યો છે. ધોરણ ૫ માં બાળક ટુંકી વાર્તા , ટુંકી સૂચનાઓ , વાર્તાનું અર્થઘટન , અભિવાદન , પ્રતિભાવ , વ્યક્તિગત પરિચય , સૂચના મુજબ સંવાદ , wh જેવા પ્રશ્ન નાં જવાબ , પોતાના પરિવાર નો પરિચય આપે છે , સ્થાનિક વ્યવસાયકારો વિશે માહિતી મેળવે છે. અહી ધોરણ ૫ માં બાળક વધુ અંગ્રેજી શીખે એના પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

ધો ૫ અંગ્રેજી અધ્યયન નિષ્પતિ સત્ર ૧&૨ PDF FILE 

ધોરણ ૫ હિન્દી અઘ્યયન નિષ્પત્તિ

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને એને જાણવી જરૂરી છે. જેવી અમે પહેલા પણ વાત કરી હતી કે
બાળક માતૃભાષા શીખી જાય ત્યારબાદ રાષ્ટ્રભાષા હિન્દી શીખવવા પ્રયાસ કરવા જોઈએ . ભારતની બધી ભાષાઓ મૂળભૂત રીતે સંસ્કૃતમાંથી બનેલી છે. આથી દરેકમાં એક પ્રકારની સમાનતા છે. જેથી જો તમને ગુજરાતી આવડે છે તો તમને હિન્દી બહુ સરળતાથી આવડી જાય છે. પણ આપણા દેશમાં ગુજરાતીમાં કક્કો પણ નાં આવડતો હોય એવા બાળકોને અંગ્રેજી શીખવવાની ઘેલછા માતાપિતા પાળી બેઠા છે. જે એક પ્રકારનું પતન જ કહેવાય ! ધોરણ ૩ પણ અંગ્રેજી આવે છે પણ હિન્દી નહિ ! જોકે જરૂર તો ધોરણ ૮ બાદ હિન્દી ની આવે અને ત્યાર બાદ અંગ્રેજી આવે ! છતાં ધોરણ ૩ થી જ અંગ્રેજી આવી જાય છે . જોકે આપણે અત્યારે ધોરણ ૫ માં આવતી હિન્દી વિશે વાત કરીએ . ધોરણ ૪ માં બાળક હિન્દીના લિપિ સંકેત ઓળખે , માતૃભાષા અને હિન્દી વચ્ચેના ભેદ , હિન્દી વાંચન , લેખન , અનુલેખન અને શ્રુત લેખન બાળક કરતું થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. એમાં સિધ્ધિ મેળવી લે ત્યારબાદ ધોરણ ૫ માં બાળક હિન્દીના પરિચિત શબ્દો , વાક્યો , વસ્તુઓ વિશે જાણે  એવી અપેક્ષા રાખવામાં આવી છે. ગીત , વાર્તાઓ અને નાટક પણ બાળક સમજે એવી આશા રાખવામાં આવે છે. હિન્દી ભાષામાં જોક્સ અને ઉખાણાં બાળક સમજે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ૨૧ થી ૫૦ સુધીની સંખ્યા બાળક હિન્દીમાં બોલતા શીખે , લખતાં શીખે એવી અપેક્ષા રાખવામાં આવી છે. શબ્દકોષ મુજબ બાળક શબ્દો ગોઠવતો થાય એવી આશા રાખવામાં આવી છે. ચિત્રનાં આધારે બાળક હિન્દીમાં વાક્ય લખતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. હવે બાળક ધોરણ ૫ માં થોડું વ્યાકરણ પણ શીખે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લિંગ પરિવર્તન , વચન પરિવર્તન ,વિશેષણ વિશે જાણે અને શીખે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ટુંકમાં બાળક હવે હિન્દી માત્ર લખે અને બોલે એના કરતાં એને સમજે અને વ્યાકરણ શીખતો થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે.

 

Leave a Comment