ધોરણ 3 અધ્યયન નિષ્પત્તિ – STD10.NET

ધોરણ 3 અધ્યયન નિષ્પત્તિ

ધોરણ 3 અધ્યયન નિષ્પત્તિ

શિક્ષા અને વિદ્યા પ્રાચીન ભારતની ધરોહર છે. જે આજે ફરીવાર જાગૃત થવા પ્રયાસ કરી રહી છે. ભારતીય શિક્ષણ પ્રાચીન સમયથી જ સમયથી ખૂબ જ આગળ અને વિકસિત રહ્યું છે. જોકે પાછલા થોડા વર્ષોથી અંગ્રેજી અને અંગ્રેજોના કારણે એમાં સડો લાગી ગયો હતો પણ હવે એમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે.  જેમાં હવે શાળાના પાઠ્યપુસ્તકો ગોખણપટ્ટીના બદલે બાળકની ક્ષમતા વધુ બનાવવામાં આવી છે. પાઠ્ય પુસ્તકની સાથે સાથે બાળકોમાં મૂળભૂત શૈક્ષિણક કૌશલ્યો વિકસે એ બાબત પર વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આજે આપણે ધોરણ 3નાં પાઠ્ય પુસ્તકમાં આપવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ વિશે વાત કરવાના છીએ.  આ અધ્યયન નિષ્પત્તિઓ બાળકો માટે આવશ્યક ક્ષમતા સૂચવે છે.  જે મુજબ ધોરણ 3માં અભ્યાસ કરતું બાળક આપેલ કક્ષા મુજબ પારંગત બને જ એવી અપેક્ષા રાખવામાં આવે છે. ચાલો જાણીએ ધોરણ 3ની અધ્યયન નિષ્પત્તિઓ વિશે !

ધોરણ 3માં ગુજરાતી , ગણિત , અંગ્રેજી અને આસપાસ ( પર્યાવરણ ) વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિષયની અધ્યયન નિષ્પત્તિ અલગ અલગ છે.  દરેક વિશે જાણવાનો પ્રયાસ કરીએ .

ધોરણ 3 ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ 3 માં અભ્યાસ કરતું બાળક ધોરણ 2માંથી વાંચન ક્ષમતા મેળવીને આવેલ હોય છે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે કૉરોનો કાળમાં શાળાઓ બંધ હોવાથી બાળક પાછળ હોય એવી શક્યતા વધું છે.  આથી સૌપ્રથમ તો બાળકની વાંચન ક્ષમતા સિદ્ધ થાય એ જરૂરી છે. ત્યારબાદ બાળકને ધોરણ 3ની ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિમાં આગળ વધારીએ એવી અપેક્ષા રાખવામાં આવે છે.

ધોરણ 3ની ગુજરાતી અધ્યયન નિષ્પત્તિની વાત કરીએ તો ધોરણ 3 ગુજરાતીમાં બાળકો પોતાની માતૃભાષામાં જેટલું શક્ય બને એટલું બોલે એના પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે. કેમકે જેટલું બાળક બોલશે ગુજરાતી ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થવાની શક્યતાઓ એટલી જ વધશે.  બાળકો જે બોલે છે એમાંથી જ બાળકોને શબ્દ અને વાક્ય વાંચન શીખ્યા બાદ એમાં આવતા ચિન્હો , સંકેત , આરોહ અવરોહ અને તેને લખવાની સિદ્ધિ મેળવવા માટે તૈયાર કરી શકીએ છીએ. બાળકો જે બોલે એ વાક્યો જ વાક્યમાં આવતા સંકેત , વિરામ ચિન્હોની ઓળખ , બોલવાની લઢણ , વ્યાકરણ , કહેવતો , વર્ણન , બોલેલી માહિતીનો પ્રકાર વગેરે બાબતોથી અવગત કરાવી શકાય છે. આપેલ મુદ્દા ધોરણ 3ની અધ્યયન નિષ્પત્તિ નાં આધારે જ અમે જણાવી રહ્યા છીએ. આ માત્ર તમને અંદાજો આવે એ માટે માત્ર મુદ્દા આપેલા છે.  આ મુદ્દા અથવા ટોપિક સિવાયની અધ્યયન નિષ્પત્તિ ની વાત કરીએ તો બાળક પાઠ્ય પુસ્તક માં આવતા એકમમાંથી બાળક કથાનક , વર્ણનાત્મક , કાવ્યાત્મક ઉલ્લેખ થયેલ સાર , વિગત , એનો ઉદ્દેશ્ય અને તેનો હેતુ સમજતું થાય એ મુખ્ય બાબત છે જેથી બાળક માત્ર વાંચન કરે એટલું જ નહિ પણ બાળક જે વાંચી રહ્યું છે એનો ભાવાર્થ , એનો ઉદ્દેશ્ય અને તેનો સાર સમજી પોતે તેની રજૂઆત કરી શકે એ કક્ષા સુધી પોહંચડવા માટે આ પાઠ્યપસ્તકોમાં અધ્યયન નિષ્પત્તિ આપલી છે. 

CLICK HERE FOR PDF FILE 

ધોરણ ૩ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ગણિત વિષય મોટા ભાગના વિદ્યાર્થીઓ , શિક્ષકોને ત્યાં સુધી કે સામન્ય લોકો માટે પણ ખૂબ જ અઘરો વિષય ગણાય છે. જોકે જેને ગણિતમાં રસ છે તેમના માટે તો ગણિત એક રમત જ છે. જોકે બધાને બધું તો ક્યારેય આવડી જે નાં શકે ! છતાં બધા વિષયો પ્રાથમિક બાબતો દરેકે શીખવી જરૂરી છે. આ બાબત અહી નિહિત કરવામાં આવી છે. ઓછામાં ઓછી સામન્ય ગાણિતિક સંકલ્પના બાળક સમજી શકે એવી અપેક્ષા અહી રાખવામાં આવી છે. આ ગણિત વિષયમાં બાળક મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ કરી શકે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ધોરણ 3 બાળકોનું પ્રાથમિક શાળાનું શીખવાની શરુઆત કરનારું ધોરણ છે. કેમકે હવે તે શિક્ષક દ્વારા આપતી સૂચનાઓ અને વર્ણન ઠીક ઠીક સમજવાની શક્તિ ધરાવતું થઈ ગયું હોય છે. કેમકે ધોરણ ૧ અને  ધોરણ ૨ માં તો એ શાળાએ આવતા શીખી સંકેત અને સાદું વાંચન શીખતું હોય છે. હવે ધોરણ ૩ માં બાળક ૧૦૦ અંકથી આગળ ૯૯૯ સુધીની સંખ્યાઓ સાથે ગાણિતિક ક્રિયાઓ કરતા શીખે છે. ૯૯૯ સુધીની સંખ્યાઓનું વાંચન , સરવાળા , બાદબાકી , ચડતો ક્રમ , ઉતરતો ક્રમ , રોજિંદા જીવનના સવાલોના જવાબ મેળવવા , હિસાબ કરવો જેવી ક્રિયાઓ શીખે છે. બાળક ગાણિતિક ક્રિયાઓ ગોખવા કરતા એ સમજે એવી અપેક્ષા વધુ છે.

CLICK HERE FOR PDF FILE 

ધોરણ ૩ પર્યાવરણ અધ્યયન નિષ્પત્તિ

પર્યાવરણ આજે માનવ અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપર્ણ બની ગયું છે. માનવીએ આડેધડ પ્રકૃતિના સંસાધનો ઉપયોગ કરી પ્રકૃતિનું સમતોલન બગાડી દીધું છે. જેના માઠા ફળ આજે માનવી ભોગવતો થઈ ગયો છે. પર્યાવરણ ને બચાવવું હોય તો સૌપ્રથમ તો એને સમજવું પડે . આ માટે બાળક પ્રાથમિક કક્ષાએથી જ પર્યાવરણને સમજે એ માટે તેની આસપાસ રહેલા વાતાવરણથી લઈ પર્યાવરણ સુધીની સમજ આપવા પર્યાવરણ ( આસપાસ ) વિષય ધોરણ ૩ માં સમાવવામાં આવ્યો છે. જેમાં વનસ્પતિ , વનસ્પતિના અંગો , પશુઓ , પક્ષીઓ , પરિવાર , વાહનવ્યવહાર , સંદેશા વ્યવહાર , દૈનિક જીવનની વસ્તુઓ , નકશો જેવી આસપાસ રહેલી ચીજો અને પર્યાવરણ વિશે બાળક જાણે એ માટે વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગો આસપાસ વિષયમાં સમાવેશ કરેલા છે. બાળક પ્રકૃતિ અને આસપાસ રહેલા પર્યાવરણ ને જાણે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

CLICK HERE FOR PDF FILE 

અંગ્રેજી ધોરણ ૩ અધ્યયન નિષ્પત્તિ

બીજા વિષય કરતા અલગ રીતે લખવાનું કારણ એ જ કે અંગ્રેજી શીખવું જરુરિયાતનાં બદલે ઘેલછા બની ગયું છે. તમારે આજે અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકવું હોય તો ગુજરાતમાં તમને નાનામાં નાના શહેરમાં પણ તમને અંગ્રેજી માધ્યમની શાળાઓ મળી જશે. આ એક રીતે તો માતૃભાષા પર કઠોર ઘાત જ કહેવાય પણ આજે એને ઠાવકી ભાષામાં આધુનિક વિકાસ કહેવામાં આવે છે. કેમકે પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા પર બાળક પ્રભુત્વ મેળવી લે એ માટેના જ પ્રયાસ થવા જોઈએ.  કેમકે માતૃભાષામાં નિપુણનાં થનાર બાળક વાસ્તવમાં તો એના બાળપણ અને એની ક્ષમતાઓનો નાશ કરવાનું કામ છે. માતૃભાષામાં નિપુણ બાળક જ આગળ જતાં વિકસિત બની શકે છે. જોકે આજે પ્રાથમિક શાળામાં જ ધોરણ ૩ માં પણ અંગ્રેજી શિખવવામાં આવે છે. જોકે શિક્ષણવિદો મતે તો માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. જોકે ધોરણ ૩ માં અંગ્રેજી વિષય શીખવવામાં આવે છે તો એની વાત કરી લઈએ.  આ ધોરણ ૩ નું બાળક પણ અંગ્રજી શબ્દો સમજે , એનો જવાબ આપે , સરળ વિગતો સમજે , અંગ્રેજી શબ્દો સાંભળી એ વસ્તુ વિશે સમજે એવી આશા રાખવામાં આવે છે. જોકે આ વિષય માત્ર માહિતી માટે જ રાખવામાં આવ્યો છે એવું અમારું માનવું છે. જ્યાં સુધી બાળક માતૃભાષા નાં શીખી લે ત્યાં સુધી એને બીજી કોઈ ભાષા શીખવવી નાં જોઈએ .

આમ ધોરણ ૩ ની અધ્યયન નિષ્પત્તિ મૂળભૂત રીતે એ મુદ્દા છે જેના પર બાળકો ધ્યાન આપે , એ એકમ તેમજ પ્રાથમિક સંકલ્પનાઓ બાળક સમજે એનાં પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. બાળક ઘણું બધું શીખે એના બદલે મૂળભૂત જરૂરી બાબતો સમજીને એને અમલમાં મૂકે એ વધુ ઇચ્છનીય છે.

CLICK HERE FOR PDF FILE 

Leave a Comment