સરકારી નોકરીમાં સસ્પેન્ડ એટલે શું? સસ્પેન્ડ થયા પછી શું થાય અને ખાતાકીય તપાસ એટલે શું?,

સરકારી નોકરીમાં સસ્પેન્ડ એટલે શું? સસ્પેન્ડ થયા પછી શું થાય અને ખાતાકીય તપાસ એટલે શું?, જાણો સંપૂર્ણ માહિતી

 

આપણે અવાર-નવાર પેપરમાં કે ટીવીમાં જોતા હોઈયે છીએ કે કર્મચારી,પોલીસ અથવા કોઈ પણ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. અને ઘણીબધી ઘટનાઓમાં સરકારી કર્મચારી કે પોલીસને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હોઈયે છીયે. જો કે પ્રજામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોવાના કારણે સરકાર આ બબાતે લોકોને આબાદ રીતે છેતરે છે .

● સસ્પેન્ડ એટલે શું ? :-

જે કર્મચારીની વિરુદ્ધમાં કોઈ ગંભીર પ્રકારના આક્ષેપો હોય તેની સામે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવે છે અને ખાતાકીય તપાસ દરમ્યાન તે કર્મચારી તપાસને પોતાના ફાયદામાં પ્રભાવિત ન કરે તેમજ પોતાની સત્તાથી તપાસના પુરાવાઓ, સાક્ષીઓ કે રેકોર્ડ સાથે છેડછાડ ન કરે એટલા માટે અને સાક્ષીઓ કે ફરીયાદીને સત્તાના માધ્યમથી ડરાવી કે દબાવી ન શકે એટલા માટે કર્મચારીને અમુક નિશ્ચિત સમય માટે સરકારી નોકરીની સત્તાઓ અને ફરજોથી દુર રાખવામાં આવે છે જેને અંગ્રેજીમાં સસ્પેન્ડ અને ગુજરાતીમાં “ફરજ મોકુફી” કહેવામાં આવે છે.

● સસ્પેન્ડ થાય પછી શું થાય ? :-

– કોઈ અધિકારી કે કર્મચારી સસ્પેન્ડ ( ફરજ મોકુફ ) થાય એટલે તેને સરકારી સત્તા, ઓફિસ, હોદો અને કામગીરી છોડવી પડે છે.

– સસ્પેન્ડ કર્મચારીને જીવનનિર્વાહ માટે ઘરેબેઠા ૫૦ % પગાર મળે છે.

– સસ્પેન્ડ અધિકારી કોઈ પ્રાઈવેટ નોકરી કરી શકતો નથી, પૈસા વ્યાજે આપી શકે નહી, શેર બજારમાં કામ કરી શકે નહી, રાજકીય બાબતોમાં ભાગ લઈ શકે નહી.

– સસ્પેન્ડ થયેલ કર્મચારી વિરૂદ્ધ તપાસ પુરી ન થાય ત્યાં સુધી જ સસ્પેન્ડ ગણાય છે પછી નોકરી પર પાછો લાગી જાય છે.

● ખાતાકીય તપાસ એટલે શુ ?

જ્યારે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી પોતાની કાયદેસરની ફરજ બજાવવામાં બેદરકારી દાખવે, લાંચ લે, અથવા સત્તાનો દુરઉપયોગ કરે અથવા કોઈ કર્મચારી ઉપર પોતાને મળેલી સત્તાના માધ્યમથી કોઈ કામ કરવાનો કે ન કરવાનો ગંભીર આક્ષેપ થાય અથવા કર્મચારી કોઈ ગેરવર્તુણક કરે અથવા તેના વિરુદ્ધ કોઈ ફરીયાદ કે રજુઆત હોય અથવા તેના વિરૂદ્ધ કોઈ તપાસ ચાલતી હોય અથવા લાંચ લેતા પકડાય ત્યારે જે-તે કર્મચારી ઉપરના આક્ષેપોની ખાતરી કરવા માટે તે અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે અને ખાતાકીય તપાસના અંતે તેને સજા અથવા ડિસમીસ કરવામાં આવે છે.

● સસ્પેન્ડ થયેલા કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસના પરિણામ :-

૧ ) જો કર્મચારીએ ખુબ ગંભીર પ્રકારની ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને ડિસમીસ કરવામાં આવે છે. જેને અંગ્રેજી ભાષામાં ડિસમીસ અને ગુજરાતીમાં ફરજમુક્તિ અથવા બરતરફ કહેવામાં આવે છે. ડિસમિસ થયેલા કર્મચારીને કોઈ સરકારી પગાર મળતો નથી અથવા સરકારી નોકરી મળતી નથી તેમજ નોકરી પર પાછો લેવામાં આવતો નથી.

૨ ) જો કર્મચારીએ સામાન્ય અથવા નજીવી ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને છે , અથવા ઈજાફો અટકાવવાનું અથવા અન્ય કોઈ નાની સજા કરીને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે.

૩ ) જો કર્મચારી કોઈ ગેરવર્તુણક કર્યાનુ સાબિત ન થાય તો તેને પાછો સરકારી નોકરી પર લેવામાં આવે છે.

૪ ) જો ખાતાકીય તપાસ બે વર્ષ સુધી પણ પુરી ન થાય તો અધિકારીને નોકરી પર પરત લઈ લેવામાં આવે છે.

૫ ) સસ્પેન્ડ થયેલા અધિકારીને બીજી જગ્યાએ ફરજ ઉપર હાજર કરી દેવામાં આવે છે કારણ કે જો જગ્યાએ હાજર થાય તો ફરીયાદી અથવા તેના જુનિયર સ્ટાફ સાથે બદલાની ભાવનાથી વર્તન કરી શકે છે.

ટુંકમાં મોટાભાગના કિસ્સામાં સરકારી કર્મચારી ઉપર આક્ષેપ થાય ત્યારે જ તેને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકુક કરવામાં આવે છે અને ખાતાકીય તપાસના અંતે સમાન્ય સજા કરીને અથવા નિર્દોષ જાહેર કરીને અધિકારીને બીજી જગ્યાએ નોકરી પર લઈ લેવામાં આવે છે. નોકરીમાં સસ્પેન્ડ એટલે શું