માત્ર સાધનિક રેકર્ડ મર્જનો આદેશ થાય તો શિક્ષકે ક્યાં ફરજ બજાવવી?

મુંજવણ અને માર્ગદર્શનCategory: વહીવટીય પ્રશ્નમાત્ર સાધનિક રેકર્ડ મર્જનો આદેશ થાય તો શિક્ષકે ક્યાં ફરજ બજાવવી?
Vandana asked 4 weeks ago
જિલ્લા પંચાયતનાં તાબા હેઠળની ધો. ૧ થી ૫ ની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોય, અને બાળકોની ઘટ થતાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ ન રહે તે માટે વિદ્યાર્થીઓ, સાધનિક રેકર્ડ અને ફર્નિચરનો ચાર્જ  તે જ તાલુકાની અને શિક્ષકનાં મૂળ પે-સેન્ટર સિવાયની નજીકનાં બીજા ગામની શાળામાં સોંપવાનો આદેશ થયેલ હોય અને જો આદેશમાં શિક્ષકે પોતે કઇ શાળામાં ફરજ બજાવવી  તે અંગેની કોઇ સૂચના ન હોય, તો મર્જ થતાં તે શાળાનાં શિક્ષકે ક્યાં હાજરી આપવી?
એવો કોઇ નિયમ ખરો કે વિદ્યાર્થીઓ, સાધનિક રેકર્ડ, ફર્નિચરનો ચાર્જ જે શાળાને આપ્યો હોય તે જ શાળામાં શિક્ષકે હાજર થવું પડે?
જો આ અંગેનો કોઇ પરિપત્ર/ઠરાવ કે આધાર હોય તો શેર કરવા નમ્ર વિનંતિ.

2 Answers
std10 Staff answered 4 weeks ago
શાળા મર્જ થતા જે શાળામાં તમારી શાળા મર્જ થયેલ હોઈ તે તે શાળામાં તમારે  હાજર થવાનું રહેશે

Vandana answered 3 weeks ago
આ અંગેનો કોઇ આધાર ખરો?

Your Answer